Site icon hindtv.in

સુરત પશ્ચિમમાં પૂર્ણેશભાઈ મોદીની આગેવાનીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,

સુરત પશ્ચિમમાં પૂર્ણેશભાઈ મોદીની આગેવાનીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,
Spread the love

સુરત પશ્ચિમમાં પૂર્ણેશભાઈ મોદીની આગેવાનીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,
નાગરિકોને એક જ સ્થળે સરકારી સેવાઓનો લાભ મળ્યો.

સુરતના નગરજનો માટે જનસેવા અને જનકલ્યાણના હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાય છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે 167-સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ડેપ્યુટી સ્પીકર પુર્ણેશભાઈ મોદીની આગેવાનીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને જનકલ્યાણકારી સુવિધાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના જન્મદિન 22 ઓક્ટોબર ના રોજ સુરતના અડાજણ ખાતે આવેલ બાપ્સ સ્વામિનારાયણ મંદિર સામે પ્રેમવતી ઉપહારગૃહ નજીક સભા હોલમાં પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં પુર્વ કેબીનેટ મંત્રી અને હાલના વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પુર્ણેશભાઈ મોદીની આગેવાનીમાં સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને જનહિતલક્ષી સુવિધાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારના નગરજનોને કાર્યક્રમમાં સહભાગી બની સરકારી સેવાઓનો લાભ લેવા અપીલ પણ કરવામાં આવી હતી.

Exit mobile version