સુરતના સ્ક્રેપના વેપારીને મહારાષ્ટ્રમાં લૂંટી લેવાયો
લુંટારૂ ગેંગના સાગરીતને કાપોદ્રા પોલીસે ઝડપ્યો
કુખ્યાત આરોપીઓએ 500 ટન સ્ક્રેપ વેંચવાના બહાને લૂંટ ચલાવી
સુરતના સ્ક્રેપના વેપારીને મહારાષ્ટ્ર બોલાવી જંગલમાં લઈ જઈ લુંટી લેવાના મામલે વધુ એક લુંટારૂ ગેંગના સાગરીતને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરતના કાપોદ્રા પોલીસે સ્ક્રેપના વેપારીને લુંટી લેનાર લૂંટારુ ગેંગનો સાગરીત ઝડપી પાડ્યો છે. વાત એમ છે કે કુખ્યાત આરોપીઓ વેપારીને 500 ટન સ્ક્રેપ વેંચવાના બહાને સ્ક્રેપ વેચવાનું કહી મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના જામદાના જંગલમા લઈ ગયા હતા અને ત્યાં વેપારીને ચપ્પુ બતાવી માર મારી લૂંટી લેવામાં આવ્યો હતો. આરોપીઓએ વેપારી પાસેથી રોકડા રૂપિયા સોનાની ચેઇન, મોબાઈલ અને ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં. તે ગુનામાં અગાઉ કેટલાક આરોપીઓને પકડી પાડ્યા બાદ વધુ એક આરોપી કે જેણે વેપારી પાસેથી 4.63 લાખની લુંટ કરી હતી તે આરેશ શંકીલાલ પાવર ઉર્ફે ભોંસલેને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

