Site icon hindtv.in

ભાવનગરના વાસણઘાટ પાસે સિટી બસની અડફેટે સાડીના ફેરિયાને ગંભીર ઇજા

ભાવનગરના વાસણઘાટ પાસે સિટી બસની અડફેટે સાડીના ફેરિયાને ગંભીર ઇજા
Spread the love

ભાવનગરના વાસણઘાટ પાસે સિટી બસની અડફેટે સાડીના ફેરિયાને ગંભીર ઇજા
ટર્ન લેતી બસના આગળના ટાયર નીચે ફેરિયાનો પગ આવી ગયો
રોડ પર ઉડેલી સાડી લેવા દોડી જતા અકસ્માત સર્જાયો
આનંદનગરના અકિમ ખાનને ગંભીર ઇજા, સારવાર માટે ખસેડાયા

ભાવનગરના વાસણઘાટ પાસે સિટી બસની અડફેટે સાડીના ફેરિયાને ગંભીર ઇજા પહોંચી છે. માલણકાથી ગંગાજળિયા તળાવ તરફ જતી સિટી બસ ટર્ન લઈ રહી હતી, ત્યારે રોડ પર ઉડેલી સાડી લેવા દોડી ગયેલા ફેરિયાનો પગ બસના આગળના ટાયર નીચે આવી ગયો હતો. અકસ્માતમાં આનંદનગરના રહેવાસી અકિમ ખાન નામના યુવકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

ભાવનગરના વાસણઘાટ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. માલણકાથી ગંગાજળિયા તળાવ તરફ જતી સિટી બસ ટર્ન લઈ રહી હતી. આ દરમિયાન રોડ પર ઉડેલી સાડી લેવા માટે સાડીનો ફેરિયો અચાનક બસ તરફ દોડી ગયો હતો. બસ ચાલકે બ્રેક મારવા છતાં યુવકનો પગ બસના આગળના ટાયર નીચે આવી જતા ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકની ઓળખ આનંદનગરના અકિમ ખાન તરીકે થઈ છે. અકસ્માત બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

Exit mobile version