Site icon hindtv.in

સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના

સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના
Spread the love

સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના
લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન નાચતા નાચતા હાર્ટ એટેક
મનપા કર્મચારીને અચાનક હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું

સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન નાચતા નાચતા મનપા કર્મચારીને અચાનક હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

સુરતના ડીંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડામાં ખુશીના માહોલ વચ્ચે અચાનક દુઃખદ ઘટના બની હતી. સુરત મનપા કર્મચારી 37 વર્ષિય સમીર રાઠોડ વરઘોડામાં નાચતા નાચતા અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version