Site icon hindtv.in

નવસારી વિજલપોર શાળામાં કિચડનો કહેર,

નવસારી વિજલપોર શાળામાં કિચડનો કહેર,
Spread the love

નવસારી વિજલપોર શાળામાં કિચડનો કહેર,
વિદ્યાર્થીઓના શિક્ષણ પર બ્રેક
છેલ્લા બે દિવસથી શાળામાં નિયમિત શિક્ષણકાર્ય ખોરવાયું
શાળા પરિસરમાં કિચડથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી

નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલી શાળામાં છેલ્લા બે દિવસથી કિચડના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય પ્રભાવિત બન્યું છે.

નવસારીના વિજલપોર વિસ્તારમાં શાળા પરિસરમાં ભારે કિચડ હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને બાળકોને નજીકના શ્રી સાંઈ મંદિરમાં ખસેડી અભ્યાસની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘટનાએ મનપાની સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે શાળા પરિસરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ વધુ પ્રભાવિત ન થાય.

Exit mobile version