Site icon hindtv.in

સુરતના માંગરોલ તાલુકામાં નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો..

સુરતના  માંગરોલ તાલુકામાં નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો..
Spread the love

સુરતના માંગરોલ તાલુકામાં નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો..
વિસ્તરણ અધિકારી પંચાયતનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો.
વિદાય સન્માન સમારંભ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

સુરત જિલ્લાના માંગરોલ તાલુકા પંચાયત સભાખંડમાં વિસ્તરણ અધિકારી પંચાયત ગોવિંદભાઈ સી ચૌધરી નો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો..

માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં વિસ્તરણ અધિકારી પંચાયત ગોવિંદભાઈ સી ચૌધરી વય નિવૃત થતા તેઓનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ માંગરોળ તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ઘરીયા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ સ્વાગત પ્રવચન સુરત જિલ્લા તલાટી કમ મંત્રી પૂર્વ મંત્રી અશોકભાઈ એ કરેલ આ કાર્યક્રમમાં સુરત જિલ્લા તલાટી કમ મંત્રીના પ્રમુખ વિજયભાઈ પટેલ, માંગરોળ તાલુકા તલાટી કમ મંત્રીના પ્રમુખ જીગ્નેશભાઈ વસાવા, જિલ્લાના પૂર્વ મહામંત્રી અશોકભાઈ, એટીડીઓ પ્રીતમભાઈ પરમાર, નરેશભાઈ, વિસ્તરણ અધિકારી સતિષભાઈ ગામીત જયદીપભાઇ પુરોહિત, દેવેન્દ્રસિંહ, મનરેગાના પ્રકાશભાઈ, નિવૃત્ત વિસ્તરણ કરમાભાઈ, નિવૃત તલાટીઓ, ગ્રામ સેવકો, તલાટીશ્રીઓ, તાલુકા પંચાયતના તમામ શાખાના કર્મીઓ હાજર રહેલા હતા ટીડીઓ હરદીપસિંહ ઘરીયા તેમજ અન્ય મહાનુભવાના હસ્તે નિવૃત્ત થનાર ગોવિંદભાઈ સી ચૌધરીને સાલ ઓઢાડી, સન્માન પત્ર આપી, સ્મુર્તિ ભેટ આપવામાં આવેલ હતી, અન્ય મહાનુભાવોના હસ્તે સ્મુર્તિ ભેટ આપવામાં આવેલ હતી, સ્ટાફ દ્વારા પણ સ્મુર્તિ ભેટ આપવામાં આવેલ હતી માંગરોળ ટીડીઓ હરદીપસિંહ ઘરીયા એ તેમણે કરેલ સેવાને બિરદાવી હતી.

Exit mobile version