Site icon hindtv.in

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
Spread the love

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
મોબાઈલમાં ગેમ રમવાની બાબતે પિતાનો ઠપકો
ત્રણ ભાઈ-બહેનો ઘર છોડીને ચાલ્યા જતા પોલીસ દોડતી થઇ

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોબાઈલમાં ગેમ રમવાની બાબતે પિતાએ ઠપકો આપતા ત્રણ ભાઈ-બહેનો ઘર છોડીને ચાલ્યા ગયા હતાં. જેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં મોબાઈલ ગેમની લત બાળકોમાં કેટલી ગંભીર બની રહી છે તેનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ 14, 11 અને 9 વર્ષના ત્રણ ભાઈ-બહેનો અચાનક ઘર છોડીને ચાલ્યા ગયા હતા. પરિવારજનોએ જણાવ્યું કે ત્રણેય બાળકો લાંબા સમયથી મોબાઈલમાં ગેમ રમવામાં કલાકો વિતાવતા હતા. જ્યારે પણ માતા-પિતા તેમને ગેમ રમવાની ના પાડતા અથવા અભ્યાસ કરવા માટે ટકોર કરતા ત્યારે બાળકોને તે વાતનું ખૂબ ખોટું લાગી આવતું હતું. છેવટે પિતાએ વારંવાર મોબાઈલ મૂકી દેવા બાબતે ધમકાવ્યા અને ઠપકો આપ્યો હતો. જેનો આક્રોશ મનમાં રાખીને ત્રણેય ભાઈ-બહેનોએ એકસાથે ઘર છોડવાનો નિર્ણય લઈ લીધો હતો. બાળકો અચાનક ગાયબ થઈ જતા પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક ચોકબજાર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે પણ તરત જ તપાસ શરૂ કરી હતી.

 

Exit mobile version