Site icon hindtv.in

સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ કાર ચાલક

સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ કાર ચાલક
Spread the love

સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ કાર ચાલક
ચાર વર્ષની માસૂમ બાળકીનું કરૂણ મોત નીપજ્યું
બાળકીને કાર ચાલકે અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ

સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ કાર ચાલકના કારણે ચાર વર્ષની માસૂમ બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘર બહાર રમી રહેલી બાળકીને કાર ચાલકે અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી પ્રયોશા પાર્ક સોસાયટીમાં ચાર વર્ષની બાળકી સ્નેહા પોતાના ઘર બહાર રમી રહી હતી. તે દરમિયાન સોસાયટીમાં રહેતો કાર ચાલક નીતિન મિશ્રા બેફામ ગતિએ કાર લઈને આવ્યો અને બાળકીને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેના રડવાનો અવાજ સાંભળી પરિવારજનો અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. અને તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. માસૂમ બાળકીના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને સમગ્ર સોસાયટીમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. મૃતક બાળકીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે કાર ચાલક નીતિન મિશ્રા મોબાઇલ ફોન પર વાત કરતાં કરતાં કાર ચલાવી રહ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પરિવારજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Exit mobile version