Site icon hindtv.in

સુરતના ઉધનામાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો

સુરતના ઉધનામાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો
Spread the love

સુરતના ઉધનામાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો
ખરવરનગરથી ઉધના તરફ જતાં કાર ચાલકે મચાવી તબાહી
બેફામ કાર ચાલકે એક બાદ એક 7થી 8 વાહનોને અડફેટે લીધા
અકસ્માત બાદ ઉધના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ

સુરતના ઉધના વિસ્તારમાં બેફામ કાર ચાલકે અકસ્માતને અંજામ આપ્યો હતો. ખરવર નગરથી અકસ્માત સર્જતા કાર ચાલક ઉધના તરફ ભાગ્યો હતો આ દરમિયાન ચાલકે એક બાદ એક 7થી 8 વાહનોને અડફેટે લીધા હતા જેના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતના ખરવરનગરથી અકસ્માત સર્જતો સર્જતો કારચાલક ઉધના તરફ આવ્યો હતો. દરમિયાન રસ્તામાં એક બાદ એક વાહનોને અડફેટે લેતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસમાત બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ કારચાલકને ઝડપી લીધો હતો અને આક્રોશિત ટોળાએ તેને માર મારતા કારચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્મતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે માર મારવાના કારણે ઈજાગ્રસ્ત થયેલા કારચાલકને પણ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ઉધના પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતની નોંધ કરી કારચાલક સામે વધુ તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version