Site icon hindtv.in

દાહોદ માં દુર્લભ એવો બે મોઢાવાળો ‘વુલ્ફ સ્નેક’ (વરુદંતી) રેસ્ક્યુ કર્યો

દાહોદ માં દુર્લભ એવો બે મોઢાવાળો ‘વુલ્ફ સ્નેક’ (વરુદંતી) રેસ્ક્યુ કર્યો
Spread the love

દાહોદ માં દુર્લભ એવો બે મોઢાવાળો ‘વુલ્ફ સ્નેક’ (વરુદંતી) રેસ્ક્યુ કર્યો:
દુર્લભ એવો બે મોઢાવાળો ‘વુલ્ફ સ્નેક’ (વરુદંતી) રેસ્ક્યુ કર્યો
બે માથાં ધરાવતો સાપ પ્રથમ વખત જોવાતા લોક આકર્ષણ જન્મ્યું (મેઈન હેડીંગ)
બે સ્વતંત્ર મોઢા ધરાવતો વુલ્ફ સ્નેક (વરુદંતી – Wolf Snake) રેસ્ક્યુ કર્યો છે
પ્રકૃતિ મિત્ર મંડળન રેસ્ક્યુઅર ટીમે, દાહોદ વનવિભાગના સહકાર થકીરેસ્ક્યુ કર્યો

દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા બે માથા ધરાવતો સાપ રેસ્ક્યુ કરાતાં પ્રકૃતિપ્રેમીઓ આશ્ચર્યચકિત (પેટા હેડીંગ) મંડળની રેસ્ક્યુ ટીમે અદ્દભુત અને દુર્લભ એવો બે મોઢાવાળો ‘વુલ્ફ સ્નેક’ (વરુદંતી) રેસ્ક્યુ કર્યો: જુજ જ જોવા મળતો એક જ શરીર અને બે માથાં ધરાવતો સાપ પ્રથમ વખત જોવાતા લોક આકર્ષણ જન્મ્યું (મેઈન હેડીંગ)

રકૃતિ મિત્ર મંડળ, દાહોદ દ્વારા વિવિધ પ્રજાતિના વન્ય જીવોના રેસ્ક્યુ કરી બચાવી લેવાતા હોય છે ત્યારે જોગાનુજોગ મંડળના સ્થાપના દિવસે તા.૪ ઓક્ટોબરે જ રેસ્ક્યુનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે વન્યજીવ નિષ્ણાતો અને પર્યાવરણ પ્રેમીઓને ભારે આશ્ચર્યમાં મુકી દીધા છે. પ્રકૃતિ મિત્ર મંડળન રેસ્ક્યુઅર ટીમે, દાહોદ વનવિભાગના સહકાર થકી દાહોદ અને સંભવિત સમગ્ર રાજ્યમાં પહેલી જ વખત અત્યંત દુર્લભ ગણાતો અને બે સ્વતંત્ર મોઢા ધરાવતો વુલ્ફ સ્નેક (વરુદંતી – Wolf Snake) રેસ્ક્યુ કર્યો છે. વુલ્ફ સ્નેક સંપૂર્ણપણે અ-હાનિકારક (પેરા હેડ) સામાન્ય રીતે વુલ્ફ સ્નેક (વરુદંતી) એ એક એવો બિન-ઝેરી સાપ છે, જે માનવજાત માટે બિલકુલ હાનિકારક હોતો નથી. ઘરોની આસપાસ જોવા મળતી ગરોળીઓ અને નાના જીવો તેનો મુખ્ય ખોરાક હોય છે. આ સાપ આપણી ઈકો સિસ્ટમ માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ રેસ્ક્યુ દુર્લભ કેમ ગણાશે? (પેરા હેડ) કેટલીક જીનેટિક વિકૃતિને કારણે સાપમાં બે માથાં કે મોઢા વિકસિત થવાની પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં ‘બાયસેફાલી’ કહેવામાં આવે છે. આવી ઘટના લાખોમાં કોઈ એક જીવમાં જ જોવા મળે છે. બે મોઢાવાળા આ અનોખા સાપમાં બંને માથાં પોતાના સ્વતંત્ર મગજ અને ચેતાતંત્ર ધરાવે છે. જેના કારણે ખોરાક લેવો કે દિશા નક્કી કરવી તે માટે બંને મોઢા અલગ-અલગ પ્રયાસ કરતા જોવા મળે છે. જેના કારણે શિકાર કરતી વખતે બંને માથાં વચ્ચે સ્પર્ધા થાય છે અને શિકારીથી બચવામાં પણ મુશ્કેલી પડે છે.એટલે કુદરતી વાતાવરણમાં બે મોઢાવાળા સાપ માટે લાંબો સમય જીવિત રહેવું ખૂબ કઠિન હોય છે. જોકે આ નવતર પ્રકારના રેસ્ક્યુ થકી નોંધાયેલ ​કુદરતના આ અનોખા રૂપે પર્યાવરણવિદ્દો અને દાહોદના ​વન્યજીવ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા સહ આકર્ષણ જમાવ્યું છે.

Exit mobile version