Site icon hindtv.in

વિડીયો કોલ કરીને રૂપિયા 50,000 ની ખંડણી માંગી હતી.

વિડીયો કોલ કરીને રૂપિયા 50,000 ની ખંડણી માંગી હતી.
Spread the love

વિડીયો કોલ કરીને રૂપિયા 50,000 ની ખંડણી માંગી હતી.
દાહોદના ત્રણ મિત્રોએ એક ઘરમાં યુવકને ગોંધી રાખી ને માર માર્યો હતો
રાજસ્થાનના યુવકને દાહોદમાં યુવકો સાથે ની મિત્રતા ભારે પડી હતી.
બી ડિવિઝન પોલીસની ટીમે સ્થળે પહોંચી જઈ શ્યામલાલ ને હેમખેમ છોડાવ્યો
પરિવારજનોએ દાહોદ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો

રાજસ્થાનના યુવકને દાહોદમાં યુવકો સાથે ની મિત્રતા ભારે પડી હતી. દાહોદના ત્રણ મિત્રોએ એક ઘરમાં યુવકને ગોંધી રાખી ને માર માર્યો હતો અને પરિવારને વિડીયો કોલ કરીને રૂપિયા 50,000 ની ખંડણી માંગી હતી.

મરચી માહિતી મુજબ મૂળ રાજસ્થાન નો શ્યામલાલ દાહોદ ખાતે ફર્નિચરનું કામ કરવા આવ્યો હતો જ્યાં તેને દાહોદના શંકર સાસી સાથે મિત્રતા થઈ હતી જે બાદ તે અવાર-નવાર શંકરને રૂપિયાની જરૂરિયાત હોય તો ઉછીના આપતો હતો. દરમિયાન શ્યામલાલ નું દાહોદ નું કામ પૂરું થઈ જતા અને બીજું કામ ના મળતા અમદાવાદ કામ જોવા ગયો હતો જેથી શંકરે તેની સોનાની વીંટી પરત આપી જવાનું કહી દાહોદ બોલાવ્યો હતો. દાહોદ ભરત આવતા શંકર કેલાશ સાસી કૃણાલ રવિ સાસી અને તોસીફ સફી અન્સારી નામના ત્રણ મિત્રોએ નવા વર્ષની પાર્ટીની લાલચ આપી એક મકાનમાં લઈ ગયા હતા જ્યાં ત્રણેય શ્યામલાલ ને પટ્ટાથી માર મારી રૂપિયાની માંગણી કરી હતી દરમિયાન શ્યામલાલે પોતાનું લોકેશન પરિવારજનોને મોકલી આપ્યું હતું ત્રણેય યુવકો એ શ્યામલાલના ફોનથી તેના પરિવારજનોને વિડીયો કોલ કરી રૂપિયા 50,000 ની માંગણી કરી સિગરેટના દામ દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલા પરિવારજનોએ દાહોદ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરી લોકેશન આપ્યું હતું. તેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમ એ સ્થળે પહોંચી જઈ શ્યામલાલ ને હેમખેમ છોડાવી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી….

Exit mobile version