અરેઠના કેવડિયા ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો નાશ
7 પોલીસ સ્ટેશનો દ્વારા વિદેશી દારૂનો જથ્થો નાશ
રૂપિયા 3 કરોડ 38, 29, 100નો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો.
અરેઠના કેવડિયા ગામની સીમમાં 7 પોલીસ સ્ટેશનો દ્વારા વિદેશી દારૂનો જથ્થો નશાબંધી અધિક્ષક તેમજ ડીવાયએસપી તેમજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં રૂપિયા 3 કરોડ 38, 29, 100નો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો.
અરેઠ તાલુકા ના કેવડિયા ગામની સીમમાં આજરોજ 7 પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો જથ્થો રોલર તેમજ જીસીબી ની મદદથી આજરોજ નાસ કરવામાં આવ્યો હતો. જેમાં તરકેશ્વર, માંડવી, ઝંખવાવ, ઉમરપાડા, માંગરોળ, પાલોદ, કોસંબા પોલીસ તંત્ર નો સમાવેશ થાય છે આ પ્રસંગે નશાબંધી અધિક્ષક તેમજ Dysp વનાર તેમજ અક્ષેશ એન્જિનિયર મદદનીશ પોલીસ અધિક્ષક, માંડવી પ્રાંત અધિકારી, તેમજ 7 પોલીસ સ્ટેશનના પી.આઈ તેમજ પીએસઆઇ તથા પોલીસ જવાનો નો મોટો કાફલો ઉપસ્થિત રહ્યો હતો તેમ જ માંડવી નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઉપસ્થિત રહેવા પામી હતી જેમાં કુલ 3 કરોડ 38,29,100 નો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

