Site icon hindtv.in

સુરત રેલ્વે સ્ટેશન પરથી ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો

સુરત રેલ્વે સ્ટેશન પરથી ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો
Spread the love

સુરત રેલ્વે સ્ટેશન પરથી ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો
આરપીએફ અને રેલ્વે એસઓજીની ટીમે બિનવારસી ઝડપી પાડ્યો
પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનના બી-5 કોચમાંથી 2.42 નો ચરસનો જથ્થો

સુરત રેલ્વે સ્ટેશન પરથી આરપીએફ અને રેલ્વે એસઓજીની ટીમે મિશન સેફ સ્ટેશન હેઠળ ટ્રેનમાં લવાયેલો લાખોનો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો હતો.

સુરતમાં નશાનો કાળો કારોબાર કરનારાઓ ટ્રેનો મારફતે માલની હેરાફેરી કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર મિશન સેફ સ્ટેશન હેઠળ રેલવે પોલીસ અને રેલ્વે એસઓજીએ મોટી કાર્યવાહી કરી હોય તેમ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનના બી-5 કોચમાંથી 2.42 લાખથી વધુ કિંમતનો ચરસનો જથ્થો બિનવારસી બેગમાંથી મળી આવતા જથ્થો કબ્જે લઈ એનડીપીએસ હેઠલ ગુનો નોંધી રેલ્વે પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ સહિતની મદદથી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા હતાં.

Exit mobile version