Site icon hindtv.in

તાપીના સોનગઢ ખાતે જનઆક્રોશ રેલી કાઢવામાં આવી

તાપીના સોનગઢ ખાતે જનઆક્રોશ રેલી કાઢવામાં આવી
Spread the love

તાપીના સોનગઢ ખાતે જનઆક્રોશ રેલી કાઢવામાં આવી
મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામપુરા થી બસ સ્ટેશન સુધી રેલી કઢાઈ
આતંકવાદી હુમલાના વિરોધમાં લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો
મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ નો બહિષ્કાર કરવામાં આવ્યો

તાપી જિલ્લાના સોનગઢ ખાતે જનઆક્રોશ રેલી કાઢવામાં આવી મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામપુરા થી બસ સ્ટેશન સુધી

તાપી જિલ્લાના સોનગઢ ખાતે જનઆક્રોશ રેલી કાઢવામાં આવી મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહેલગામમા ટુરિસ્ટો પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો. હાથમાં પ્લે કાર્ડ લઈને નીકળેલ જનમેદની એ ‘હાય રે પાકિસ્તાન હાય હાય’…. આતંકવાદ મુર્દાબાદ… જેવા નારાઓ લગાવ્યા. અને મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ નો બહિષ્કાર કરવામાં આવ્યો. મૂનબત્તી લઈ કાશ્મીર ના પહેલગામ માં થયેલ હમલા માં શહીદ થયેલા લોકોને શ્રદ્ધા અંજલિ આપવામાં આવી અને સંપુર્ણ મુસ્લિમ સમાજ આતંકવાદ નો બહિષ્કાર કર્યો અને નિંદા કરે છે.સાથેજ આતંકવાદ નો કોઈ ધર્મ નથી હોતો માનવતા નો જીવ છે જ્યાં કોઈ પણ ધર્મ ના વ્યક્તિ હોય તેના પરિવાર માટે ખુબજ મૂલ્ય ધરાવે છે અને મુસ્લિમ સમાજ ભારત વાસી છે અને હંમેશા ભારત દેશ સાથે છે જે શહીદ થયા છે જે મુસ્લિમ હોય કે હિન્દુ પણ પેહલા ભારત વાસી છે એટલે જે શહીદ થયાં છે તેમને ન્યાય મળવો જોઈએ અને મોટી સંખ્યા માં. મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામપુરા થી સોનગઢ બસ સ્ટેશન સુધી રેલી કાળી બહિષ્કાર નોંધાવ્યો.સાથેજ આત્મા ના શાંતિ માટે મૌન પણ રાખવામાં આવ્યું…..

Exit mobile version