સુરત : ઉધાનમાં આમ દ્વારા જાહેર જનસભાનુ આયોજન કરાયું
જનસભામાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા
સુરતમાં ભાજપ અને કોંગ્રેસની જેમ હવે આમ આદમી પાર્ટી પણ લોકો સાથે મળી કામ કરી રહી હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉધના વિધાનસબાના વોર્ડ નંબર 24માં જાહેર જનસભાનુ આયોજન કરાયુ હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ભાગી છુટ્યા હતાં.
સુરતમાં આગામી સમયમાં મહાનગર પાલિકાની ચુંટણી આવનાર હોય જેને લઈ ભાજપ અને કોંગ્રેસ સાથે હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી ગઈ છે. ત્યારે સુરતની ઉધના વિધાનસભા 164માં આવેલ વોર્ડ નંબર 24 ખાતે આમ આદમી પાર્ટીના લીગલ સેલના એડવોકેટ તથા ઉધના વિધાનસભાના ઈન્ચાર્જ એડવોકેટ વિલાસ એસ. પાટીલે જાહેર જનસભાનુ આયોજન કર્યુ હતું. છત્રપતિ શિવાજી મરાઠી હાઈસ્કુલ ખાતે યોજાયેલ જાહેર જનસભામાં મોટી સંખ્યામાં સ્થાનિક ઉપસ્થિત રહ્યા હતાં. જ્યાંથી તંત્ર સામે વિવિધ કામગીરીને લઈ આક્ષેપો પણ કરાયા હતાં. તો આ જાહેર જનસભામાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને નેતાઓ પણ હાજર રહ્યા હતાં.

