Site icon hindtv.in

સુરતમાં મોકડ્રીલ પહેલા જનજાગૃતિ રેલી યોજાઈ

સુરતમાં મોકડ્રીલ પહેલા જનજાગૃતિ રેલી યોજાઈ
Spread the love

સુરતમાં મોકડ્રીલ પહેલા જનજાગૃતિ રેલી યોજાઈ
સુરતના પિપલોદ ખાતે આવેલ આઈબીસીમાં મોકડ્રિલ
પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓ જોડાઈ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકીઓના સ્થળો પર હુમલો કર્યો હોય જેને લઈ કોઈ પણ પરિસ્થિતિમાં દેશવાસીઓને સુરક્ષીત રાખવા માટે મોકડ્રીલનુ આયોજન કરાયુ હતુ. સુરતમાં પોલીસ, કલેકટર અને પાલિકા દ્વારા હજીરા ખાતે આવેલ એનટીપીસી પાવર પ્લાન્ટ અને સુરતના પિપલોદ ખાતે આવેલ આઈબીસીમાં મોકડ્રિલ કર્યુ હતું. જેમાં વોર સાયરન વાગતા જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું અને પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓ જોડાઈ હતી.

જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે 7 મેના રોજ મોકડ્રિલનું આયોજન કરાયું છે. તે પહેલા જ ભારતીય સેનાએ મોડી રાત્રે પાકિસ્તાનમાં આતંકીઓના સ્થળો પર હુમલો કરી અનેકને મોતને ઘાટ ઉતાર્યા હતાં. ત્યારે ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રિલ યોજાઈ હતી. સુરતમાં પણ ત્રણ જગ્યાએ આઈબીસી બિલ્ડિંગ, લક્ષ્મીપતિ એપેરલ અને હજીરા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં મોકડ્રિલ યોજાઈ હતી. આ ચાર કલાક દરમિયાન લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવામાં આવવી હતી. તો મોકડ્રિલ દરમિયાન સાયરનો વડાગાયો હતો. અને સાંજે 7.30થી 8.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે.

Exit mobile version