Site icon hindtv.in

સુરતના શિક્ષણ ક્ષેત્રમાંથી એક ગૌરવસભર સમાચાર

સુરતના શિક્ષણ ક્ષેત્રમાંથી એક ગૌરવસભર સમાચાર
Spread the love

સુરતના શિક્ષણ ક્ષેત્રમાંથી એક ગૌરવસભર સમાચાર
હરે કૃષ્ણ વિદ્યાલય સંચાલિત કૌશલમ્ IIT નું ઉત્તમ પ્રદર્શન
39 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્ટાઇલ

સુરતના શિક્ષણ ક્ષેત્રમાંથી એક ગૌરવસભર સમાચાર સામે આવ્યા છે. હરે કૃષ્ણ વિદ્યાલય સંચાલિત કૌશલમ્ IIT દ્વારા વર્ષ 2025-26 ના JEE (Main) સેશન-1 અને 2 માં વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે.

હરે કૃષ્ણ વિદ્યાલયના કૌશલમ્ IIT વિભાગમાં અભ્યાસ કરતા માત્ર 39 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્ટાઇલ મેળવીને શાળાનું નામ ગૌરવાવ્યું છે.પાન્સુરિયા સ્નેહ બી એ 99.56 PR, મંડાણી મીત પી એ 99.52 PR અને ઇદ્ધાપુરા દિવ્યશ આર એ 99.44 PR મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત, 10 વિદ્યાર્થીઓએ 95 થી વધુ અને 22 વિદ્યાર્થીઓએ 90થી વધુ પર્સેન્ટાઇલ મેળવી શ્રેષ્ઠ પરિણામ નોંધાવ્યું છે. ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોવા છતાં આ પ્રકારનું પરિણામ પ્રાપ્ત થવું શાળા માટે ગૌરવની બાબત બની છે.આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની સતત મહેનત, લગન અને આયોજનબદ્ધ અભ્યાસ મુખ્ય કારણ રહ્યા છે. વર્ષના આરંભથી જ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરીને નિયમિત તૈયારી કરી હતી.સાયન્સ વિભાગની મેનેજમેન્ટ ટીમ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન, સુવ્યવસ્થિત શૈક્ષણિક માળખું, નિયમિત ટેસ્ટ સિસ્ટમ અને પરીક્ષા લક્ષી તમામ સુવિધાઓએ પણ મહત્વનો ફાળો આપ્યો છે. શિક્ષકો દ્વારા વિષયવાર ઊંડાણપૂર્વક માર્ગદર્શન, વધારાની પ્રેક્ટિસ અને સમયસર મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓને મજબૂત આધાર મળ્યો હતો.વાલીગણનો વિશ્વાસ, સહયોગ અને પ્રોત્સાહન પણ આ સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે.

શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Exit mobile version