Site icon hindtv.in

બારડોલી તાલુકાના મઢી ગ્રામ્ય વિસ્તારમાં શાળાની ગૌરવાન્વિત સિદ્ધિ

બારડોલી તાલુકાના મઢી ગ્રામ્ય વિસ્તારમાં શાળાની ગૌરવાન્વિત સિદ્ધિ
Spread the love

બારડોલી તાલુકાના મઢી ગ્રામ્ય વિસ્તારમાં શાળાની ગૌરવાન્વિત સિદ્ધિ
શાળાનું પરિણામ 82.67 % પરિણામ આવ્યું

બારડોલી તાલુકાના મઢી ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ 2003 થી સફળતાપૂર્વક સતત કાર્યરત શ્રી મઢી વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતિ કે. ડી.શાહ ઍન્ડ શ્રી ડી. વી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ 10 ના 11 માં બેચના વિધાર્થીઓએ એસ. એસ. સી. બોર્ડ – માર્ચ 2026 પરીક્ષામાં શ્રેષ્ઠતમ પ્રદર્શન કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. શાળાનું પરિણામ 82.67 % પરિણામ આવ્યું છે. જેમાં 05 વિધાર્થીઓ એ A1 ગ્રેડ તેમજ 09 વિધાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. જેમાં પ્રથમ ક્રમે પ્રજાપતિ યક્ષ બી.પર્સેન્ટાઇલ 97. 89 ટકા, દ્રિતીય ક્ર્મ જાદવ પ્રિન્સ એસ. પર્સેન્ટાઇલ 97.49 %, તૃતીય ક્ર્મ ચૌધરી દર્શિત આર પર્સેન્ટાઇલ 97.23 % પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ શ્રેષ્ઠતમ સિદ્ધિ બદલ શાળા પરિવારના પ્રમુખશ્રી કેતનભાઈ એન. શાહ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ અને સભ્યશ્રીઓ તેમજ શાળાના આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓને હાર્દિક અભિનંદન સહ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી

Exit mobile version