Site icon hindtv.in

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ પર સુરતની આશાસ્પદ પહેલ

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ પર સુરતની આશાસ્પદ પહેલ
Spread the love

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ પર સુરતની આશાસ્પદ પહેલ
પોલીસ અને સર્વે જન સેવા ટ્રસ્ટના સંકલનથી અત્યાર સુધી 700 જેટલા લોકોના જીવ બચાવાયા

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે. ત્યારે સુરતમાંથી એક આશાસ્પદ અને માનવતાભરી તસવીર સામે આવી છે. સુરતની સર્વે જન સેવા ટ્રસ્ટ અને સુરત શહેર પોલીસના સંકલનથી અત્યાર સુધીમાં 700 જેટલા લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે.

એક ક્ષણનો અંધકાર અને એક ફોન કોલ કોઈનું આખું જીવન બચાવી શકે છે. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે સુરતમાંથી માનવતાની એક મોટી પહેલ સામે આવી છે. સુરતની સર્વે જન સેવા ટ્રસ્ટ અને સુરત શહેર પોલીસના સંકલનથી અત્યાર સુધીમાં 700 જેટલા લોકોને આત્મહત્યા કરતા બચાવવામાં સફળતા મળી છે. પ્રેમપ્રકરણ હોય, ઘરકંકાસ હોય, પારિવારિક ઝઘડો હોય કે પછી ગંભીર બીમારીની પરેશાની જીવનથી હારી ગયેલા અનેક લોકોએ આત્મહત્યા પહેલાં હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શરૂ કરાયેલી આ હેલ્પલાઇન મારફતે પોલીસ અને સંસ્થાની ટીમે મુશ્કેલીમાં રહેલા લોકો સાથે સતત સંપર્ક કરી તેમને કાઉન્સેલિંગ આપ્યું હતું. સર્વે જન સેવા ટ્રસ્ટ અને સુરત પોલીસના સંકલનથી ત્રણ કાઉન્સેલરોની ટીમ સતત આવા લોકોનું કાઉન્સેલિંગ કરી રહી છે. એક ફોન, એક સંવાદ અને એક જીવ બચી શકે છે.

Exit mobile version