અઠવાલાઈન્સ ખાતે પોલીસ લોન મેળો યોજાયો
ઝોન-7ના પોલીસ મથકોનો સંયુક્ત લોન મેળો,
વ્યાજખોરોથી મુક્તિ માટે સુરત પોલીસની પહેલ,
સુરત નાયબ પોલીસ કમિશર ઝોન 7માં આવતા ઈચ્છાપોર, ડુમસ, પાલ, હજીરા, ડ્રીમ સિટી અને મરીન પોલીસ મથકનો લોન મેળો યોજાયો હતો.
વ્યાજખોરોના ચુંગાલમાંથી લોકોને બહાર કાઢી તેઓને સરકારી બેંકોમાંથી સસ્તા દરે લોન અપાવવાનુ કામ સુરત પોલીસ કરી રહી છે ત્યારે સુરતના નાયબ પોલીસ કમિશનર ઝોન 7 વિસ્તારના પોલીસ મથકો જેમાં ઈચ્છાપોર, ડુમસ, પાલ, હજીરા, ડ્રીમ સિટી અને મરીન પોલીસ મથકનો લોન મેળો અઠવાલાઈન્સ ખાતે આવેલ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. જેમાં સુરત પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતાં. અને મીડિયા સાથે વાત કરી હતી.

