ધંધુકામાં પોલીસ દ્વારા માર મારવાના આક્ષેપ સાથે લઘુમતી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
ફરિયાદ કરવા ગયેલ ખેડુત સાથે આરોપી જેવું વર્તન કર્યું હોવાના આક્ષેપ થી ખળભળાટ
ધંધુકામા લઘુમતી સમાજના ખેડૂતના ખેતર માં ખડ લેવા આવવાની બાબતે જે જૂથ વચ્ચે રકઝક થઈ હતી.જે બાદ બે જૂથ વચ્ચેનો વિવાદ ધંધુકા પોલીસ મથકે પહોંચ્યો હતો.
સ્થાનિક લઘુમતી સમાજના લોકોના આક્ષેપો મુજબ ધંધુકા પોલીસ દ્વારા આ બનાવ બાબતે અરજીઓ લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ફરિયાદી લઘુમતી સમાજના ખેડૂતોના આક્ષેપ મુજબ ધંધુકા પી.આઈ તેમજ ધંધુકા પોલીસ દ્વારા તેમને દોરડા થી બાંધી અમાનુષી માર માર્યો હતો.માર માર્યા બાદ ખેડૂતો ને જાહેર રસ્તા પર દોરડા થી બાંધી પરેડ કરાવવામાં આવી હતી.અત્યંત ચોંકાવનારો આક્ષેપ તો એ છે કે આ સમગ્ર ઘટનાક્રમ ફકત અરજીને આધારે સર્જાયો છે જ્યારે સમગ્ર બનાવમાં કોઈપણ એફઆઈઆર થઈ જ નથી.આ બનાવને લઈ ધંધુકા મુસ્લિમ સમાજ દ્વારા કાયદાકીય પગલાં ભરવા અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની તૈયારી પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે..

