માંડવીમાં ગણેશોત્સવ-ઈદે મિલાદને લઈ શાંતિ સમિતિ મીટિંગ યોજાઈ
ડીવાય એસપી બીકે. વનારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ
માંડવી પોલીસ સ્ટેશન ખાતે શ્રી ગણેશ ઉત્સવ તથા ઇદે મિલાદ તહેવાર અંતર્ગત ડી વાય એસપી બી કે. વનાર ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ.
આગામી તહેવાર શ્રીગણેશ ઉત્સવ તથા ઇદે મિલાદ તહેવાર અનુસંધાને આજરોજ તા.૨૫/૦૮/૨૦૨૫ ના રોજ સાંજે 4.00. કલાકે માંડવી પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.કે વનાર ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેl હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શ્રી ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે જે અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. તેમજ ગણેશ મંડળના આયોજકોને પંડાલોમાં જરૂરી તકેદારી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ ઓપરેશન સિંદૂર થીમ અંગે અને સ્વદેશી અપનાવવા અંગે પ્રચાર પ્રસાર કરવા અંગે ગણેશ મંડળો ના આયોજકોને જરૂરી સુચન કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા ગણેશ ઉત્સવના પૂર્વ તૈયારીના ભાગરૂપે મીટીંગ નું આયોજન થયું હતું આ પ્રસંગે માંડવી પોલીસ તંત્રના પીઆઈ એ એસ ચૌહાણ, માંડવી પાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, માંડવી નગર ભાજપમહામંત્રી શ્રી ઓ વિજયભાઈ પટેલ, શાલીનભાઈ શાહ, ઉપપ્રમુખ, ઇશ્વરભાઇ સોલંકી, મુસ્લિમ સમાજના બિરાદરો સમીર બાવા, રસીદ ખાન પઠાણ, અંજુભાઈ સૈયદ તથા ગણેશ આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા..
