Site icon hindtv.in

માંડવીમાં મોકડીલ અંગે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

માંડવીમાં મોકડીલ અંગે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Spread the love

માંડવીમાં મોકડીલ અંગે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
પોલીસ તંત્રના પીઆઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
તમામ નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી

માંડવી પોલીસ તંત્ર ખાતે બ્લેક આઉટ મોકડીલ અંગે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

માંડવી પોલીસ તંત્ર ખાતે આજરોજ તારીખ 7 / 5 / 2025 ના રોજ બપોરે 12:00 કલાકે માંડવી પોલીસ તંત્રના પીઆઈ ચૌહાણની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજે રાત્રે 7:30 થી 8 કલાક દરમિયાન બ્લેકઆઉટ મોકડ્રીલ રહેશે. જેથી તમામ લોકોએ પોતાની ઘર, ઓફિસ ની લાઈટો સ્વેચ્છાએ બંધ રાખવાની રહેશે. તેમજ સ્ટ્રીટ લાઈટો પણ બંધ રાખવાની રહેશે જે અંગે તમામ નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ,માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ કિરીટ પટેલ, તત્કાલીન માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિન શુક્લ, મહામંત્રી શ્રી ઓ શાલીન શાહ, વિજય પટેલ, મુસ્લિમ સમાજના બિરાદારો સમીર બાવા અંજુમ સૈયદ, માંડવી નગર ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version