સુરતના રૂસ્તમપુરામાં એક પંડિતે મહિલાની જાહેરમાં છેડતી કરી
મહિલાઓએ પંડિતને મેથિપાક આપ્યો
વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થતા અનેક ચર્ચાઓ
સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં એક પંડિતે મહિલાની જાહેરમાં છેડતી કરતા મહિલાઓએ પંડિતને મેથિપાક આપ્યો હોવાનો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે.
સુરતમાં એક પંડિતની હરકતે સૌને ચોંકાવી દીધા છે. સુરતમાં એક વિડીયો વાયરલ થયો છે. રૂસ્તમપુરા વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોમાં એક પંડિતે મહિલાની છેડતી કરી હોવાનુ કહેવાય છે. તો મહિલાઓ પંડિતને જાહેરમાં મારતી હોવાનુ પણ વિડીયોમાં કેદ થયુ છે. હાલ તો આ વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થતા અનેક ચર્ચાઓ જોવા મળી હતી.

