વલસાડ પેસેન્જર ટ્રેનના શૌચાલયમાં નવજાત બાળકી
નવજાત બાળકીને ત્યજી ભાગી જનાર બાળકીના પરિવારને શોધ્યા
નરેન્દ્ર બેજનાથ સિંહ, પુનમસિંહ પુનિતસિંહ સિંગ, જુનમ બાદલ દત્તાન
વડોદરા વલસાડ પેસેન્જર ટ્રેનના શૌચાલયમાં નવજાત બાળકીને ત્યજી ભાગી જનાર બાળકીના પરિવારને ગણતરીના કલાકોમાં વલસાડ રેલ્વે પોલીસે ઝડપી પાડ્યા છે.
વડોદરા વલસાડ પેસેન્જર ટ્રેનના શૌચાલયમાં નવજાત બાળકીને ત્યજીને ભાગી જનાર અંગે વલસાડ રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને ટ્રેનના કોચ નંબર ડી 1ના શૌચાલયમાં નવજાતને ત્યજી દેનાર નરેન્દ્ર બેજનાથ સિંહ, પુનમસિંહ પુનિતસિંહ સિંગ, જુનમ બાદલ દત્તાને ઝડપી પાડ્યા હતાં અને તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

