Site icon hindtv.in

રાજકોટ જસદણમાં બાળકની આંખમાં ખીલી ઘૂસી.

રાજકોટ જસદણમાં બાળકની આંખમાં ખીલી ઘૂસી.
Spread the love

રાજકોટ જસદણમાં બાળકની આંખમાં ખીલી ઘૂસી.
4 ડોક્ટરોની ટીમે બાળકનું કર્યું સફળ ઓપરેશન
બાળકની આંખ બચાવવામાં મળી સફળતા.

રાજકોટના જસદણમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. વેકેશનની મજા વચ્ચે એક માસૂમ બાળકની આંખમાં રમતા-રમતા ખીલી ઘૂસી ગઈ હતી. જોકે, ડોક્ટરોની ભારે મહેનત બાદ બાળકની આંખની રોશની સુરક્ષિત રાખવામાં સફળતા મળી છે.

રાજકોટના જસદણમાં વેકેશન દરમિયાન બાળકો રમી રહ્યા હતા. આ સમયે એક માસૂમ બાળકની આંખમાં અચાનક 4 સેમી લાંબી ખીલી ઘૂસી ગઈ હતી. ખીલીનો લગભગ 2 થી 3 સેમી જેટલો ભાગ આંખના પાપણના ભાગે અંદર ઉતરી ગયો હતો. ઘટના બાદ પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તાત્કાલિક બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકની ગંભીર સ્થિતિને જોતા તાત્કાલિક 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ કાર્યરત થઈ હતી. જેમાં આંખના સર્જન ઉપરાંત કાન-નાક-ગળાના ડોક્ટર (ENT) અને ન્યુરોસર્જનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. રેડિયોલોજી વિભાગની મદદથી સીટી સ્કેન કરી ખીલીની ચોક્કસ પોઝિશન જાણી લેવામાં આવી હતી.

બાળકને જનરલ એનેસ્થેસિયા આપીને તાત્કાલિક ઓપરેશનમાં લેવામાં આવ્યો હતો. આધુનિક માઈક્રોસ્કોપ અને ટેકનોલોજીની મદદથી જે એંગલથી ખીલી અંદર ગઈ હતી, તે જ એંગલથી તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે. સદનસીબે બાળકની આંખના સ્નાયુઓ, નસ અને પડદાને કોઈ નુકસાન થયું નથી અને 100% દ્રષ્ટિ બચાવી લેવાઈ છે. આ ઘટના બાદ ડોક્ટરોએ તમામ વાલીઓને અપીલ કરી છે કે, વેકેશન દરમિયાન બાળકો જ્યારે રમતા હોય ત્યારે તેમના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને ધારદાર વસ્તુઓ કે જોખમી રમતો માસૂમ માટે જીવલેણ સાબિત થઈ શકે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version