સુરતના અડાજણ ખાતે મનપા આવાસમાં ટોળુ તુટી પડ્યુ
જુની આદાવતમાં એક યુવાન પર ટોળુ તુટી પડ્યુ
સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા
સુરતના અડાજણ ખાતે આવેલ મનપા આવાસમાં જુની આદાવતમાં એક યુવાન પર ટોળુ તુટી પડ્યુ હતું. તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એસએમસી આવાસમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. આ વિસ્તારમાં જાહેર જગ્યા પર બેફામ બનીને અસામાજિક તત્વો દ્વારા છુટ્ટા હાથની મારામારી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મારામારીની ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. સીસીટીવી કૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક યુવકો ભેગા મળીને એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી અને મારામારી કરી રહ્યા છે, જેના કારણે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આવી ઘટનાઓને કારણે આવાસ અને તેના નજીકમાં રહેતા સ્થાનિકો અસામાજિક તત્વોથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને તેઓ પોલીસ કમિશનર સમક્ષ યોગ્ય અને કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને શાંતિ જળવાઈ રહે. સ્થાનિકોની માંગ છે કે, ફરિયાદની રાહ જોયા વિના વાઇરલ વીડિયો અને સીસીટીવી ફૂટેજના આધરે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધાત્રની જોઈએ

