કુંભારવાડામાં ઘર પાસે ગાળો બોલતા શખ્સોને ટપારતા આધેડ, મહિલા તથા યુવતી પર છરી વડે હુમલો
ઈજાગ્રસ્ત ત્રણે વ્યક્તિઓને સારવાર માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
બંને હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મારુતિનગરમાં ઘર પાસે ગાળો બોલતા બે શખ્સોને એક આધેડ એ ટપારી ઘર પાસે ગાળો ન બોલવા સમજાવતા ઉશ્કેરાયેલ બંને શખ્સોએ આધેડ તથા એક મહિલા અને યુવતી પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ અંગે આધેડે બંને હુમલાખોરો વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર કુંભારવાડા સર્કલ વિસ્તારમાં આવેલ મારુતિનગર પ્લોટ નંબર 16 માં રહેતા અને નિવૃત્ત જીવન પસાર કરતા રમેશ કાનજી કોળી ઉંમર વર્ષ 66 એ કુંભારવાડા વિસ્તારમાં જ રહેતા ગૌરાંગ ભાનુ ભીમાણી અને તેના મિત્ર નવીન ભરત ગોહેલ વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે સાંજના સમયે ગૌરાંગ અને તેનો મિત્ર તેના ઘર પાસે ગાળો બોલતા હોય આથી આધેડ એ બંને શખ્સોને ઘર પાસે ગાળો ન બોલવા જણાવતા ઉશ્કેરાયેલ બંને શખ્સો ગાળા ગાળી પર ઉતરી આવ્યા હતા અને આધેડના ઘર બહાર બેસેલી પડોશી મહિલા હંસા મોહનભાઈ માંડલિયા તથા ફરિયાદીની પૌત્રી રીંકલ જેસીંગભાઇ કોળી પર છરી વડે હુમલો કરતા આધેડ વચ્ચે પડતા બંને શખ્સોએ આધેડ પર પણ છરી વડે હુમલો કરી ત્રણેયને ગંભીર ઈજા પહોંચાડી ધ્યાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ઇજાગ્રસ્ત ત્રણે વ્યક્તિઓને સારવાર માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સમગ્ર બનાવને લઈને ઇજાગ્રસ્ત આધેડ રમેશભાઈએ હુમલાખોર ગૌરાંગ તથા નવીન વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી એન એસ એક્ટ 115 (2), 118 (1), 118 (2), 352,351 (3), 54 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી બંને હુમલા કોરોના ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી…

