ડિંડોલીમાં બંધ મકાનમાંથી આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી
40થી 45 વર્ષના આધેડની લોહીલુહાણ અને સડેલી હાલતમાં લાશ
ઘરમાંથી દુર્ગંધ આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી
સુરતના ડિંડોલી વિસ્તારમાં બંધ મકાનમાંથી આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. અંદાજે 40થી 45 વર્ષના આધેડની લોહીલુહાણ અને સડેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘરમાંથી દુર્ગંધ આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં એક બંધ મકાનમાંથી આધેડનો મૃતદેહ મળી આવતાં પોલીસ દોડતી થઈ હતી. ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને દરવાજો તોડી તપાસ કરતાં અંદર જમીન પર કાળા પડી ગયેલા લોહીના નિશાન સાથે સડેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઉંમર અંદાજે 40થી 45 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આધેડનું મોત કયા સંજોગોમાં થયું અને તે હત્યા છે કે અન્ય કોઈ કારણસર મોત થયું છે, તે અંગેની હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

