Site icon hindtv.in

માંડવી પ્રાંત કચેરી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

માંડવી પ્રાંત કચેરી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
Spread the love

માંડવી પ્રાંત કચેરી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજન

માંડવી પ્રાંત ઓફિસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સેવા સંકલ્પ અભિયાનઅંતર્ગત માંડવી પ્રાંત અધિકારીની ઓફિસ ખાતે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સમીરભાઈ મોદીના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.

માંડવી પ્રાંત ઓફિસ ખાતે આજરોજ બેઠક સમીરભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાય હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના 25 વર્ષ સેવા, સંકલ્પ અને સુશાસનના પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોના ઉજવણીના ભાગરૂપે આ બેઠક યોજવામાં આવી હતી જેમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરતભાઈ રાઠોડ એ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ તમામ કાર્યક્રમના ફોટા સરળ એપ પર અપલોડ કરવા જણાવ્યું હતું તેમજ પ્રાંત અધિકારી એચ. જે. સોલંકી દ્વારા કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સમીરભાઈ મોદીએ કાર્યક્રમ અંતર્ગત વિશેષ માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ઓ રોહિતભાઈ પટેલ ,જગદીશભાઈ પારેખ, અંકુરભાઈ દેસાઈ, સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તારીખ 7 ઓક્ટોબરના રોજ યોજાનાર નમો સેવા જ્યોત યાત્રા કાર્યક્રમમાં 25 હજારથી 30 હજાર કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં માંડવી અરેઠ, માંગરોળ,ઉમરપાડા, તરસાડી ના મામલતદાર શ્રીઓ તથા ટીડીઓશ્રીઓ તથા તથા સંગઠનના નગર તથા તાલુકા પ્રમુખો તેમજ કાર્યક્રમના વિવિધ કાર્યક્રમોના ઇન્ચાર્જશ્રીઓ, ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version