Site icon hindtv.in

સુરતમાં હિરપરા પરિવાર દ્વારા મીટીંગ યોજાઈ

સુરતમાં હિરપરા પરિવાર દ્વારા મીટીંગ યોજાઈ
Spread the love

સુરતમાં હિરપરા પરિવાર દ્વારા મીટીંગ યોજાઈ
સીમાડા ગામ ખાતે સ્વયંસેવકોની અગત્યની મીટીંગ યોજાઈ
મીટીંગમાં 100 જેટલા ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા

હિરપરા પરિવાર ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત આવનારા 9મા સ્નેહમિલન સમારોહ, લગ્ન સમારોહ તેમજ બિઝનેસ એક્ષપોને લઇ માહિતી અપાઈ

હિરપરા પરિવાર ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત આવનારા 9મા સ્નેહમિલન સમારોહ, લગ્ન સમારોહ તેમજ બિઝનેસ એક્ષપોનું આયોજન તારીખ 4 જાન્યુઆરી, 2026ના રોજ થવાનું છે. આ આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા 9 ઑક્ટોબર, 2025ના રોજ સીમાડા ગામ ખાતે સ્વયંસેવકોની અગત્યની મીટીંગ યોજવામાં આવી હતી. મીટીંગમાં પરિવારના આશરે 100 જેટલા ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી આયોજનની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. ટ્રસ્ટના મંત્રી હિતેશ હિરપરાએ હિરપરા પરિવાર ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી તથા સ્વયંસેવકોને અલગ-અલગ કામોની વહેંચણી પણ કરવામાં આવી હતી.મીટીંગના અંતે સૌ માટે નાસ્તાની સુવ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી.

Exit mobile version