સુરત શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ
ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદની તૈયારીઓ અંગે ચર્ચા
મિટીંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા
આગામી ગણેશોત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈ લાલગેટ પોલીસ મથકે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી.
આગામી ગણપતિ ઉત્સવ અને ઈદ એ મિલાદ તહેવારને લઈ ઝોન ત્રણના અધ્યક્ષ સ્થાને લાલગેટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી. શાહપોર ખાતે આવેલ પટની હોલમાં યોજાયેલ શાંતિ સમિતિની મિટીંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. તો શનિવાર છ સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન અને સાત સપ્ટેમ્બર રવિવારે ઈદે મિલાદનુ જુલુસ નિકળનાર છે. જે અંગે મીટીંગમાં અનેક ચર્ચાઓ કરાઈ હતી.

