માંડવી : શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Featured Video Play Icon
Spread the love

માંડવી : શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ
ગણેશ ઉત્સવ અને ઇદે મિલાદને લઇ મીટિંગ યોજાઈ
મીટિંગ બંને કોમોના બીરાદરો ઉપસ્થિત રહ્યા હતા

માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે માંડવી પોલીસ તંત્ર દ્વારા સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ તંત્રના અધિક્ષકના અધ્યક્ષ સ્થાને ઇદે મિલાદ અને ગણેશ ઉત્સવ નિમિત્તે નગર તથા તાલુકાને શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ.

આ મીટીંગ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે બપોરે ત્રણ કલાકે સુરત જિલ્લા અધિક્ષક રાજેશ ગઢીયાના અધ્યક્ષ સ્થાને યોજાય હતી. જેમાં કાર્યક્રમનું સંચાલન પી.આઈ એ.એસ. ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી બી કે વનાર દ્વારા સન્માનિત કર્યા હતા. ડીવાયએસપી બીકે વનારે ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન અંગે જરૂર સૂચનો આપ્યા હતા. અને સીસી ટીવી કેમેરાનો અવશ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું. માંડવી પાલિકા ચીફ ઓફિસરે ગણપતિ વિસર્જન અંગે 20 સ્થાનિક તરવૈયા તેનાત કરવામાં આવશે. તથા લાઈટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ પ્રસંગે સુરત જિલ્લા અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનમાં તમામના સહકાર થકી સુંદર રીતે આયોજન થાય તે બદલ ઉપસ્થિત શાંતિ સમિતિના સદસ્યો નગરજનો સરપંચઓ પાલિકાના અધિકારીઓને પૂરતો સહયોગ આપવા જણાવ્યું હતું. અને સરકારના નિયમ મુજબ પર્યાવરણ અને ડીજે વગાડવામાં કાળજી રાખવા જણાવ્યું હતું.  આ પ્રસંગે નગરજનો પાલિકાના અધિકારીઓ તથા હિન્દુ મુસ્લિમ બંને કોમોના બીરાદરોએ તથા શાંતિ સમિતિના સભ્યોએ શાંતિપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ વિસર્જન થાય રાજકીય તથા સામાજિક તમામ આગેવાનોએ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *