Site icon hindtv.in

સીમાંકન બિલ મુદ્દે INDIA ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ

સીમાંકન બિલ મુદ્દે INDIA ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ
Spread the love

સીમાંકન બિલ મુદ્દે INDIA ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળી બેઠક
સીમાંકન બિલ લોકશાહી માટે મોટો ખતરો હોવાનો ખડગેનો આક્ષેપ

સંસદના વિશેષ સત્ર પહેલાં INDIA ગઠબંધનના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બેઠક યોજી હતી.

સંસદના વિશેષ સત્ર પહેલાં INDIA ગઠબંધન બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારા વિધેયક અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસે આ વિધેયકનો વિરોધ કરવાની જાહેરાત કરતાં સરકાર પર લોકશાહીને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, સીમાંકનના પ્રસ્તાવમાં SC-ST સમુદાયના હિતોની અવગણના કરવામાં આવી છે અને સરકાર બંધારણીય સુધારાનો ઉપયોગ સત્તામાં ટકી રહેવા માટે કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સીમાંકનને લોકશાહી માટે મોટો ખતરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ સરકાર સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. સીમાંકન બિલમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી અને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ખડગેએ આરોપ લગાવ્યો કે લોકશાહીને નબળી પાડવા માટે સીમાંકન બિલ લાવવામાં આવી રહ્યું છે.

મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર રાજકીય સંખ્યા વધારવા માટે અન્ય પાર્ટીઓને તોડવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે સરકાર બેઠકોની સંખ્યા વધારીને કાયમી સત્તામાં રહેવા માગે છે. ખડગેએ જણાવ્યું કે INDIA ગઠબંધનના તમામ નેતાઓએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે સરકાર દ્વારા રજૂ કરવામાં આવતું બંધારણીય સુધારા વિધેયક લોકશાહી માટે ગંભીર ખતરો છે અને તેનો વિરોધ કરવો જોઈએ. તેમણે સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે સરકાર પોતાની ઇચ્છા મુજબના નિર્ણયો લાગુ કરવા માટે બંધારણમાં પણ ફેરફાર કરી શકે છે. કોંગ્રેસ આ વિધેયકનો વિરોધ કરશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version