Site icon hindtv.in

સુરતના ઈકલેરા ચોકડી નજીક ગેરકાયદે ચીંદી ગોડાઉનમાં ભીષણ આગ,

સુરતના ઈકલેરા ચોકડી નજીક ગેરકાયદે ચીંદી ગોડાઉનમાં ભીષણ આગ,
Spread the love

સુરતના ઈકલેરા ચોકડી નજીક ગેરકાયદે ચીંદી ગોડાઉનમાં ભીષણ આગ,
ફાયર ટીમે કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે છેવાડે આવેલા ઈકલેરા ચોકડી પાસે ગેરકાયદે ચીંદીના ગોડાઉનમાં આગ લાગતા ફાયર દોડતુ થઈ ગયુ હતું.

સુરત શહેરના છેવાડે આવેલા ઈકલેરા ચોકડી પાસે ચીંદીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગેરકાયદે ઉભા કરાયેલા ચીંદીના ગોડાઉનમાં મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ આગ લાગી હતી જેને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો આગને લઈ મોટા પ્રમાણમાં ચિંદીનો માલ બળી જતા દુર દુરથી આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવને લઈ ફાયરને જાણ કરાતા તાત્કાલિક ભેસ્તાન, ડિંડોલી, સાહિતની ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. જો કે આગ કઈ રીતે લાગી તે જાણી શકાયુ નથી પરંતુ આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો છે.

Exit mobile version