Site icon hindtv.in

અમરેલી : બગસરામાં જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું

અમરેલી : બગસરામાં જનસંવાદ કાર્યક્રમનું  આયોજન કરાયું
Spread the love

અમરેલી : બગસરામાં જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું
કાર્યક્રમમાં બગસરા તાલુકાના સરપંચો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા
ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની પુરતી સેવાઓ મળે છે તે માટે કાર્યક્રમ યોજાયું

બગસરા શહેરમાં તાલુકા હેલ્થ કચેરી દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ વિશે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની પુરતી સેવાઓ મળે છે કે કેમ તે અંગે સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો…

અમરેલીના બગસરા શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે બગસરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા સરપંચો સાથે આરોગ્ય લક્ષી સેવાઓ કેવી મળે છે તે અંતર્ગત એક સંવાદ કાર્યક્રમનું આયોજન બગસરા પ્રાંત અધિકારીશ્રી કે.વી.નંદા સાહેબના અધ્યક્ષ સ્થાને સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં બગસરા તાલુકાના સરપંચો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. સરકાર દ્વારા આપવામાં આવેલ આરોગ્ય લક્ષી સેવાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી. આ તકે ધારી બગસરાના ધારાસભ્ય જે.વી કાકડીયા બગસરા મામલતદાર પ્રશાંત ભીંડી સાહેબ જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજળીયા , ધીરુભાઈ માયાણી તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર બગસરા નગરપાલિકા પ્રમુખ એ.વી.રીબડીયા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ હસમુખભાઇ બાબરીયા ચીફ ઓફિસર હુણ સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર ડી.કે.બલદાણીયા સાહેબ અને આરોગ્ય કર્મચારીઓ સરપંચો અને અધિકારીઓ અને પદાધિકારીઓ લોકો ઉપસ્થિતિમાં આરોગ્ય લક્ષી સેવાઓ અંગે સંવાદ કરવામાં આવેલ.

Exit mobile version