Site icon hindtv.in

સુરતમાં ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન

સુરતમાં ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન
Spread the love

સુરતમાં ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન
વર્ષે 2025 માં 51 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે
સમૂહ લગ્નને લઈ આજે મહેંદી રસમ કાર્યક્રમ યોજાયો

સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 51 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે.આ સમૂહ લગ્નને લઈ આજે મહેંદી રસમ કાર્યક્રમ યોજાયો હતો.

સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારાવર્ષ ૨૦૨૦ થી વિવિધ સેવાકિય કાર્યો સાથે જોડાયેલ છે આરોગ્ય, શિક્ષણ અન્નસેવાની સાથે સાથે સામાજિક ઉત્થાન માટે પણ સતત કાર્યશીલ છે. જેના ભાગરૂપે 2024 માં 20 નવયુગલોના સમૂહ લગ્ન બાદ આ વર્ષે 2025 માં 51 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડનાર છે. આ શુભ અવસર પર આજે 51 દીકરીઓનો મહેંદી રસમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે યશવી ફાઉન્ડેશનના સ્થાપક પરેશભાઈ ખંડેલવાલ એ જણાવ્યું હતું કે તારીખ 4 મે 2025 રવિવારના રોજ દ્વિતીય સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જે પેહલા આજે મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જરૂરિયાતમંદ તેમજ પિતા વિહોણી દીકરીઓને પરિવારની હૂંફ આપવા અમે કાર્યશીલ છીએ. જેના માટે અમે દીકરીઓને લગ્ન પૂર્વે પાનેતરથી લઈને લગ્ન બાદ કરિયાવર સુધીની ભેટ આપીને અમે તેમના સુખી લગ્નજીવનની શુભેચ્છા
પાઠવીએ છીએ.

Exit mobile version