Site icon hindtv.in

સુરત મહાનગર પાલિકા દ્વારા વેસુમાં શહીદ સ્મારક બનાવાયું

સુરત મહાનગર પાલિકા દ્વારા વેસુમાં શહીદ સ્મારક બનાવાયું
Spread the love

સુરત મહાનગર પાલિકા દ્વારા વેસુમાં શહીદ સ્મારક બનાવાયું
ભારતીય સેનાની ત્રણેય પાંખના વીર જવાનોના સોર્ય દર્શાવ્યા
શહીદ સ્મારકનો પ્રથમ તબક્કો પૂર્ણતાના આરે

સુરત મહાનગર પાલિકા દ્વારા વેસુ વિસ્તારમાં ભારતીય સેનાની ત્રણેય પાંખના વીર જવાનોના સોર્ય દર્શાવવા માટે 51 કરોડના ખર્ચે બનાવાઈ રહેલા શહીદ સ્મારકનો પ્રથમ તબક્કો પૂર્ણતાના આરે આવી ગયો છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા ભારતીય સેનાના ત્રણેય પાંખના વીર જવાનોના શોર્ય દર્શાવવા માટે ખાસ શહીદ સ્મારક અને પીસ મેમોરિયલ બનાવામાં આવી રહ્યું છે. જેનો પ્રથમ તબબકો પૂર્ણ થવાના આરે છે. પ્રથમ તબક્કામાં 30667 સ્ક્વેર મીટર જગ્યામાં 38 મીટર ઊંચો શહીદ સ્તંભ તૈયાર કરાશે. 18 મહિનામાં બે તબક્કામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. 51 કરોડના ખર્ચે આ ખાસ શહીદ સ્મારક તૈયાર થઈ રહ્યું છે. જેમાં શૌર્ય દ્વાર ૧૬ મીટર ઊંચો રહેશે. કચ્છના ઝારા ખાતે શહીદ સ્મારક બનાવવામાં આવી રહ્યું છે જે ગુજરાતનું સૌથી મોટું શહીદ સ્મારક રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના કોઈ પણ શહેરમાં અત્યાર સુધી કોઈ સ્મારક બનાવાયું નથી. શહીદ સ્મારક નથી. સુરતમાં જે શહીદ સ્મારક તૈયાર થઈ રહ્યું છે, તેમાં 250 લોકો બેસી શકે તેવી ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ હશે અને ભારતીય સૈન્યનો ઈતિહાસ દર્શાવાશે.આ સ્મારકમાં યુનિટી સ્ક્વેર, આઝાદીના લડવૈયાઓ અને નાગરિકો અંગે સંપૂર્ણ જાણકારી, સેનાની ત્રણ ગેલેરી, સમયરેખા, મેમરી સ્ક્વેર, ઈન્ફિનિટી પ્લેટફોર્મ તૈયાર થઈ રહી છે. શહીદ સ્મારક દ્વારા લોકોને આર્મી, નેવી અને એરફોર્સમાં ભરતી તેમજ ઓર્ગેનાઈઝેશનલ સ્ટ્રક્ચર, હથિયારો, ગન, ટેન્ક, કોમ્બેટ વ્હીકલ્સ, ફાઈટર એરક્રાફ્ટ, શિપ, રડાર, હેલિકોપ્ટર વગેરે વિશે માહિતી અપાશે.

Exit mobile version