Site icon hindtv.in

સુરતના વરાછા ખાતે રહેતી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત

સુરતના વરાછા ખાતે રહેતી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત
Spread the love

સુરતના વરાછા ખાતે રહેતી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત
પિયર પક્ષ દ્વારા સાસરીયાના ત્રાસથી કંટાળી આપઘાતનો આક્ષેપ
તટસ્થ તપાસની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો

સુરતના વરાછા ખાતે રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરતા પિયર પક્ષ દ્વારા સાસરીયાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે ન્યાય નહી મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માંગ કરાતા પોલીસ દોડી ગઈ હતી અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

સુરતમાં આપઘાતના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે વરાછામાં 44 વર્ષીય પરણીતા એ આપઘાત કર્યો હતો. વરાછા એફિલ ટાવરમાં રહેતા સિમાબેન વાધાણીએ ઝીરી દવા પી આપઘાત કરતા હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યાં પિયર પક્ષ દ્વારા સાસરીયાઓના ત્રાસથી કંટાળી સિમાબેને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. મૃતક સિમાબેનનો પતિ સુનિલ વાઘાણી ડાયમંડની ઓફિસમાં નોકરી કરતો હોવાનુ અને સંતાનમાં બે પુત્ર છે, જેઓ વિદેશમાં અભ્યાસ કરે છે. હાલ તો સિમાબેનના ભાઈએ સાસરીયાઓ સામે ત્રાસ આપતા હોવાના આક્ષેપો કરવાની સાથે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જેને લઈ પોલીસ હોસ્પિટલે દોડી ગઈ હતી અને તટસ્થ તપાસની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

Exit mobile version