Site icon hindtv.in

સુરત વેડરોડ પર પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી

સુરત વેડરોડ પર પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી
Spread the love

સુરત વેડરોડ પર પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી
ચોક બજાર પોલીસને જાણ થતા પોલીસે સ્થળે દોડી
શુલભસિંહ બંમબહાદુરસિંહ ની અટકાયત કરતા ભાંડો ફૂટ્યો

સુરત વેડરોડ પર રહેતી પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી તો બનાવને લઈ ચોક બજાર પોલીસને જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ હત્યારી પત્નિ અને પ્રેમીને ઝડપી પાડ્યા હતાં.

સુરતના વેડરોડ પર રહેતા જન્મજયકુમાર તીર્થ રાયનુ ગત તારીખ 8મી જુનના રોજ બીજા માળેથી પટકાતા મોત નિપજ્યુ હોવાની તેની પત્નિ ચાંદનીકુમારીએ ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે પીએમ રીપોર્ટમાં મૃતકનુ મોત ગળા પરના ઘાના કારણે વધુ પડતુ લોહી નિકળી જતા થયુ હોવાનુ સામે આવ્યુ હતું. જેને લઈ શંકાસ્પદ હત્યાના બનાવ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસડી રાતડા ની ટીમ પીએસઆઈ જેઆર તિવારી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો પ્રવિણસિંહ અને અપોકો કલ્પેશભાઈને મળએલી બાતમીના આધારે અને ટેકનીકલ એનાલીશીષના આધારે મૃતકની પત્નિ ચાંદનીના પરિણીત પ્રેમી શુલભસિંહ બંમબહાદુરસિંહની અટકાયત કરી કડક પુછપરછ કરતા તેણે ચાંદનીકુમાર સાથે મળી તેના પતિને બીજા માળેથી ઉંઘમાં ફેંકી દીધો હોવાની અને ત્યારબાદ પણ તે બચી જતી ગળુ કાપી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. હાલ તો ચોક બજાર પોલીસે હત્યારી પત્નિ ચાંદની કુમાર અને તેના પ્રેમી શુલભસિંહ બંમબહાદુરસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version