સુરત રેલ્વે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ
ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા પુરૂષ મુસાફરનો જીવ મુશ્કેલીમાં
સુરત રેલ્વે પોલીસની સતર્કતાથી મુસાફરનો બચી ગયો
સુરત રેલ્વે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હોય તેમ ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા એક પુરૂષ મુસાફરનો જીવ સુરત રેલ્વે પોલીસની સતર્કતાથી બચી ગયો છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સુરત રેલ્વે સ્ટેશન પર પી.આઈ. જેબી મીઠાપરાની ટીમ આપઘાત કે અકસ્માતની ઘટનાઓ અટકાવવા હાજર હતી ત્યારે સુરત રેલ્વે સ્ટેશન પર અમૃતસર એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 પરથી રવાના થઈ રહી હતી, તે દરમિયાન એક પુરૂષ મુસાફર ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે સંતુલન ગુમાવી બેઠો હતો. અજાણ્યો પુરૂષ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જવાની સ્થિતિમાં આવી ગયો હતો જો કે રેલ્વે સ્ટેશન પર હાજર પોલીસ જવાનોની સતર્કતાએ તાત્કાલિક પોલીસ જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને અજાણ્યા પુરૂષને ખેંચી સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો. તો આ ઘટના દરમિયાન અજાણ્યો પુરૂષ મુસાફર ખુબ ગભરાઈ ગયો હતો. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જ્યારે સુરત રેલ્વે પોલીસ સ્ટેશનની ટીમે આ બહાદુરી અને સતર્કતાથી એક મોટો અકસ્માત ટાળ્યો છે.

