Site icon hindtv.in

સુરતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસની મોટી કાર્યવાહી

સુરતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસની મોટી કાર્યવાહી
Spread the love

સુરતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસની મોટી કાર્યવાહી
સચિન જીઆઈડીસી પોલીસે 6 કિલોથી વધુ ગાંજા સાથે બેને ઝડપી પાડ્યા
મહિલા સહિત બે આરોપીઓ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા

સુરતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની સચીન જીઆઈડીસી પોલીસે 6 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બેને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની સચીન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે લાખોનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સચીન જીઆઈડીસી પોલીસને મળેલી બાતમીના આધારે તલંગપુર રોડ પર આવેલા સરદારનગર રો-હાઉસના મકાન નંબર 100માં દરોડા પાડતા ત્યાંથી 3.43 લાખથી વધુની કિંમતના 6 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે સંજુબેન નરેન્દ્ર સ્વાઈન અને અંકિત સંગમ મિશ્રાને ઝડપી પાડી ગાંજો સહિત રોકડા રૂપિયા અન્ય મત્તા મળી 3.52 લાખથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version