Site icon hindtv.in

નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
Spread the love

નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
વેડ રોડ પર હેરોઈનના જથ્થા સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા
લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કરી નશાના કારોબાર પર પોલીસનો પ્રહાર

સુરત શહેરમાં નશાના કારોબાર સામે ક્રાઈમ બ્રાન્ચે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કર્યુ છે ત્યારે વેડ રોડ પર બહુચર માતાજી મંદિર ચોક પાસેથી ત્રણ આરોપીઓને હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે વેડ દરવાજા તરફ જતા રોડ પર બહુચર માતાજી મંદિર ચોક પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન વિશાલ સંજયભાઈ રાઠોડ, અનિલ ઉર્ફે શિવરાજ તારા કસારા અને રોશન કિશન ઉર્ફે કે.એસ. દમઈને ઝડપી પાડ્યા હતાં. તો આરોપીઓ પાસેથી આશરે 2.95 લાખથી વધુ ની કિંમતનો 14.777 ગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ હેરોઈન વરાછા મીની બજાર ખાતે એક અજાણ્યા વ્યક્તિ પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરી હતી. હાલ તો પોલીસે હેરોઈન ઉપરાંત એક્ટિવા, ચાર મોબાઈલ ફોન અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version