સુરતમાં અંત્રોલીમાં બનશે ભવ્ય ખોડલધામ મંદિર અને સંકુલ.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કરી જાહેરાત.
ઉદ્યોગપતિ મુકેશ પટેલ પણ મંદિર બનાવશે તેવી ચર્ચાઓ
નરેશ પટેલે સુરતના અંટ્રોલીમાં 40 વીઘામાં ખોડલધામ સંકુલ બનાવવાની જાહેરાત કરી છે. ત્યારે ઉદ્યોગપતિ મુકેશ પટેલ પણ મંદિર બનાવશે તેવી ચર્ચાઓ વચ્ચે વિવાદ શરુ થયો.
સૌરાષ્ટ્રના કાગવડ બાદ હવે સુરતની ધરા પર પણ ભવ્ય ખોડલધામ સંકુલ સાકાર થવા જઈ રહ્યું છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા સુરતના અંત્રોલી ખાતે ખોડલધામ સંકુલ બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સંકુલ અંદાજે 40 વીઘા જેટલી વિશાળ જમીનમાં નિર્માણ પામશે, જે દક્ષિણ ગુજરાતના પાટીદાર સમાજ માટે આસ્થા અને સંગઠનનું એક નવું કેન્દ્ર બનશે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર અગ્રણી મુકેશ પટેલ પણ મંદિર બનાવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સેવાયજ્ઞમાં પાટીદાર સમાજમાં બે ફાંટા પડવાને લઇ વિવાદ શરુ થયો છે
નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ સંકુલ માત્ર આસ્થાનું કેન્દ્ર નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓનું પણ હબ બનશે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં વસતા લાખો પાટીદાર પરિવારોને આ સંકુલના નિર્માણથી પૂજા-અર્ચના તેમજ સામાજિક કાર્યો માટે સ્થાનિક સ્તરે મોટી સુવિધા પ્રાપ્ત થશે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજમાં અનેરું ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં આ સંકુલના નિર્માણની કામગીરી વેગવંત બનશે.
….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

