Site icon hindtv.in

સુરતમાં પ્રેમી યુગલનો એકસાથે ગળાફાંસો ખાઈ આપઘાત

સુરતમાં પ્રેમી યુગલનો એકસાથે ગળાફાંસો ખાઈ આપઘાત
Spread the love

સુરતમાં પ્રેમી યુગલનો એકસાથે ગળાફાંસો ખાઈ આપઘાત
ઉધનાના રામજીનગર નજીક ઝાડ પર મૃતદેહ
મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા

સુરતમાં પ્રેમી યુગલે એકસાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. ઉધનાના રામજીનગર નજીક ઝાડ પર બંનેના મૃતદેહ લટકતા મળી આવતા પોલીસ દોડી ગઈ હતી.

સુરતમાં ગુરૂવાર અને શ્રાવણ માસના પહેલા જ દિવસે કરૂણાંતિકા સર્જાઈ હતી. વાત છે સુરતના ઉધના વિસ્તારની. ઉધનામાં આવેલ રામજી નગર પાસે ઝાડ પરથી પ્રેમિ યુગલના મૃતદેહ મળી આવ્યા હતાં. શર્મિલા મહીડા અને જીનભાઈ સંગાડા નામના બંને યુવક-યુવતી એક જ ગામના વતની હતા. બંને દાહોદથી સુરત આવ્યા હતા અને ઝુપડપટ્ટીમાં રહી મજૂરી કામ કરતા હતા. વહેલી સવારે સ્થાનિક લોકોએ ઝાડ પર બંનેને લટકતા જોયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંનેના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં. હાલ બંનેએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version