Site icon hindtv.in

અમરેલી રાજુલા શહેરમાં પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટના

અમરેલી રાજુલા શહેરમાં પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટના
Spread the love

અમરેલી રાજુલા શહેરમાં પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટના
પ્રેમ પ્રકરણમાં પ્રેમી યુવકની માતાનો લેવાયો ભોગ……

અમરેલી રાજુલા શહેરમાં રાત્રીએ પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટના બની, પ્રેમ પ્રકરણમાં પ્રેમી યુવકની માતાનો લેવાયો ભોગ……

અમરેલી રાજુલા શહેરમાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરાયું ત્યારે વચ્ચે પડતા પ્રેમીની માતા પર કાર ચડાવી હત્યા કરાય હતી. યુવક ભાવેશ ભીલને યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી યુવતિના પરિવારજનોને મનમાં લાગી આવ્યું. નેશનલ હાઇવે પર પીપાવાવ પોર્ટ ચોકડી નજીક પેટ્રોલ પંપ પાસે યુવક ભાવેશ ભીલનુ આરોપીઓએ ફોર વ્હીલર કારમાં અપહરણ કર્યું. યુવક ભાવેશ ભીલ અને તેમની માતા બન્ને રાજુલા તરફ જઈ રહ્યા હતા તે સમયે અપહરણની ઘટના બની હતી. પુત્રનું અપહરણ કરી બચાવવા પડેલા ૫૦ વર્ષીય જીતુબેન ભીલ પર આરોપીઓએ નિર્દયતાથી કાર ચડાવી દીધી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો……

અપહરણ દરમિયાન ગંભીર રીતે ઇજાઓના કારણે જીતુબેનનુ ધટના સ્થળે જ મોત નિપજ્યું…આરોપીઓએ ભાવેશનું અપહરણ કરી તેને માર માર્યાનું સામે આવ્યું છે તેમજ પ્રેમ પ્રકરણમાં નિર્દોષ માતાની હત્યા થતા આ ધટના પગલે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પી.આઇ, પી.એસ.આઇ કે.ડી. હડિયા સહિત સ્ટાફ ધટના સ્થળે પહોંચ્યો……
મરિન પોલીસ સ્ટેશનમાં ૯ આરોપીઓ વિરુદ્ધ હત્યા અને હથિયાર બંધી જાહેરનામાનો ભંગ હેઠળ ગુન્હો નોંધાયો……

Exit mobile version