Site icon hindtv.in

સુરતના કતારગામમાં નાની બાળકી પર બળાત્કાર

સુરતના કતારગામમાં નાની બાળકી પર બળાત્કાર
Spread the love

સુરતના કતારગામમાં નાની બાળકી પર બળાત્કાર
બળાત્કાર ગુજારનાર નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
નરાધમ અલી અંજર હબુલ આલમને ઝડપી પાડ્યો

સુરતના કતારગામ વિસ્તારમાં નાની બાળકી પર બળાત્કાર ગુજારનાર નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર દ્વારા કતારગામ વિસ્તારમાં આઠ વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ પીઆઈ બીકે ચૌધરીની ટીમ પીએસઆઈ એનએસ સાકરીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો જયરાજસિંહ, ચંદ્રદિપસિંહ અને અપોકો યુવરાજભાઈને મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ નરાધમ મુળ બિહારનો અને હાલ કતારગામ ધોળકીયા ગાર્ડન પાસે  રહેતા અલી અંજર હબુલ આલમને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version