Site icon hindtv.in

સુરતના વેસુ વિસ્તારમાં એક લિફ્ટ અચાનક ખોટકાઈ

સુરતના વેસુ વિસ્તારમાં એક લિફ્ટ અચાનક ખોટકાઈ
Spread the love

સુરતના વેસુ વિસ્તારમાં એક લિફ્ટ અચાનક ખોટકાઈ
લિફ્ટ અચાનક ખોટકાઈ જતા બે લોકો અંદર ફસાઈ ગયા
વેસુ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી

સુરતના વેસુ વિસ્તારમાં એક લિફ્ટ અચાનક ખોટકાઈ જતા બે લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા વેસુ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

વેસુ વિસ્તારમાં આવેલા વેડેન્જા બિલ્ડિંગના 11મા માળે લિફ્ટ અચાનક બંધ પડી જતા અંદર રહેલા બે વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ વેસુ ફાયર વિભાગના જવાનો દોડી આવ્યા હતા. ફાયર ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંને વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની કે ઈજા થઈ નહોતી. બંને વ્યક્તિઓ હેમખેમ બહાર આવી જતા સ્થાનિકોમાં પણ રાહતનો માહોલ જોવા મળ્યો હતો.

Exit mobile version