Site icon hindtv.in

અરેઠ તાલુકાના બોડીગાળા ગામે દીપડો પાંજરે પુરાયો

અરેઠ તાલુકાના બોડીગાળા ગામે દીપડો પાંજરે પુરાયો
Spread the love

અરેઠ તાલુકાના બોડીગાળા ગામે દીપડો પાંજરે પુરાયો
વન વિભાગ દ્વારા દીપડાનો કબજો લઇ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયો

સુરત જીલ્લાના અરેઠ તાલુકાના બોરીગાળા ગામે નિશાળ ફળિયામાં રહેણાંક વિસ્તારમાં દિપડો અવારનવાર આવી ચડતો હતો. જેથી સ્થાનિક લોકોમાં ભય હતો.

સુરત જીલ્લાના અરેઠ તાલુકાના બોરીગાળા ગામે નિશાળ ફળિયામાં રહેણાંક વિસ્તારમાં દિપડો દેખાતા વન વિભાગની ટીમને જયેશભાઈ ચૌધરી અને પ્રકાશભાઈ ચૌધરી દ્વારા જાણ કરાતા આંગણવાડી – 1 પાછળ ગતરોજ સાંજના સમયે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં આજરોજ મળસકે 4 વાગ્યાની આસપાસ દિપડો પાંજરે પુરાયો હતો જેની જાણ વન વિભાગ ની કરતાં વન વિભાગની ટીમે આવીને પાંજરે પુરાયેલા દિપડાનું રેસક્યુ કર્યું , દિપડો પાંજરે પુરાયાની જાણ થતાં દિપડાને જોવા સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું . જોકે દિપડો પાંજરે પુરાતા સ્થાનિક ગ્રામજનોએ રાહત નો શ્વાસ લીધો હજુ પણ ગામની સીમમાં દિપડા આંટા ફેરા મારી રહ્યાનું ગામજનોએ જણાવ્યું હતું…

Exit mobile version