Site icon hindtv.in

ઉમરપાડાના આમલી દાબડા ગામે દીપડાએ ગાયનું મારણ કર્યું

ઉમરપાડાના આમલી દાબડા ગામે દીપડાએ ગાયનું મારણ કર્યું
Spread the love

ઉમરપાડાના આમલી દાબડા ગામે દીપડાએ ગાયનું મારણ કર્યું
રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય
પશુપાલકોમાં ચિંતા, વન વિભાગ પાસે કાર્યવાહી કરવાની માંગ
માનવ વસાહત નજીક દીપડાની હલચલથી લોકો સાવચેત બન્યા

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આમલી દાબડા ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. માનવ વસાહત નજીક દીપડાએ ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ચિંતા વધી છે. રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

માંગરોળ ઉમરપાડા તાલુકાના આમલી દાબડા ગામે માનવ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમા દિપડાએ ગાયનું મારણ કરતા સ્થાનિક આદિવાસી પશુપાલકોમાં ભય નો માહોલ સર્જાયો છે છેલ્લા ઘણા સમયથી દીપડાઓ જંગલ વિસ્તાર અને ખેતરાડી નદી કોતર વિસ્તાર છોડી શિકારની શોધમાં માનવ વસ્તી વાળા રહેણાંક વિસ્તારમાં આવી પશુ પક્ષીઓ નો શિકાર કરી રહ્યા છે જેને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે આમલી દાબડા ગામના નદી પાર ફળિયામાં રહેતા ખેડૂત પશુપાલક બીપીનભાઈ મનજીભાઈ વસાવા પશુપાલન કરે છે તેમની માલિકીની ગાય આંગણામાં બાંધી હતી ત્યારે વહેલી સવારે શિકારની શોધમાં આવેલા દીપડાએ ગાયનું મારણ કર્યું હતું આ સમયે પશુપાલક જાગી જતા તેમણે દીપડાની નજરે જોયો હતો આ ઘટનાની જાણ તેમણે વન વિભાગ વાંકલ રેન્જ કચેરીને કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પશુપાલક ને નુકસાનીનું યોગ્ય વળતર મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. પશુપાલક બીપીનભાઈ વસાવા એ દીપડાને પાંજરેપુરી લોકોને ભયમુક્ત કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Exit mobile version